મહોત્સવ સંદર્ભે | આઝાદી કા અમૃત મહોત્સવ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર

મહોત્સવ સંદર્ભે

આઝાદી કા અમૃત મહોત્સવ વિકાસશીલ ભારતના ૭૫ વર્ષ પૂરા થવાને અને અહીંનાં લોકો, સંસ્કૃતિ અને ઉપલબ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસને યાદ કરવા માટે અને એનો મહોત્સવ મનાવવા માટે થઈને ભારત સરકારની એક પહેલ છે.

આ મહોત્સવ ભારતની જનતાને સમર્પિત છે. જેમણે ન તો કેવળ ભારતને એની વિકાસયાત્રામાં આગળ લાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે બલ્કે જેમની ભીતર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારત ૨.૦ને સક્રિય કરવાના દૃષ્ટિકોણને શક્ય બનાવવાની શક્તિ અને સામર્થ્ય પણ છે અને જે આત્મનિર્ભર ભારતની ભાવનાથી પ્રેરિત છે.

આઝાદી કા અમૃત મહોત્સવ ભારતની સામાજિક–સાંસ્કૃતિક, રાજનીતિક અને આર્થિક ઓળખને વિકાસની તરફ લઈ જનારી સઘળી બાબતોનું મૂર્ત રૂપ છે. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર યાત્રાનો પ્રારંભ ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ થયો હતો. જેનું ૭૫ અઠવાડિયાનું કાઉન્ટડાઉન આપણી સ્વતંત્રતાની ૭૫ વર્ષગાંઠ માટે શરૂ થઈ ગયું છે તથા એક વર્ષ પછી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ એની પૂર્ણાહુતિ થશે. આઝાદી કા અમૃત મહોત્સવની પાંચ થીમ નીચે મુજબ છે.

ઉદ્ઘાટન પ્રસંગ

Narendra Modi, Prime Minister of India

આઝાદી કા અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધાઓની પ્રેરણાનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે નવા વિચારો અને પ્રતિજ્ઞાઓનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનું અમૃત. તેથી જ, આ મહોત્સવ રાષ્ટ્રજાગૃતિનો મહોત્સવ છે. આ મહોત્સવ સુશાસનના સ્વપ્નને સાકાર કરવાનો મહોત્સવ છે; અને વૈશ્વિક શાંતિ અને વિકાસનો મહોત્સવ છે.

Narendra Modi, Prime Minister of India

નરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાન

ઉદ્ઘાટન પ્રસંગ

આઝાદી કા અમૃત મહોત્સવ: ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે ભારત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોની શ્રેણી છે. જન–ભાગીદારીની ભાવનાથી મહોત્સવને જન-ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

આપણે જ્યારે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ની નજીક જઈ રહ્યા છીએ ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને સામાજિક વિકાસના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ લોકોની ચળવળને વધુ વેગ આપવાનો છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને, માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલ ‘પંચ પ્રણ’ સાથે સંલગ્ન નવાં વિષયવસ્તુ ઓળખવામાં આવ્યાં છે; મહિલા અને બાળકો, આદિવાસી સશક્તિકરણ, પાણી, સાંસ્કૃતિક ગૌરવ, પર્યાવરણલક્ષી જીવનશૈલી (જીવન) આરોગ્ય અને સુખાકારી, સર્વ સમાવેશી વિકાસ, આત્મનિર્ભર ભારત અને એકતા.

Top