૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ સુધી ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવનો હેતુ ભારત અને વિશ્વભરમાં સહયોગી ઝુંબેશ અને વ્યાપક પ્રસાર દ્વારા ઉપરોકત લોકોની ચળવળને વધુ વેગ આપવાનો છે. નીચેની ઝુંબેશ માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલ ‘પંચ પ્રણ’ સાથે સંલગ્ન નવ મહત્ત્વના વિષયવસ્તુ ઉપર કેન્દ્રિત છે; મહિલા અને બાળકો, આદિવાસી સશક્તિકરણ, પાણી, સાંસ્કૃતિક ગૌરવ, પર્યાવરણલક્ષી જીવનશૈલી (જીવન), આરોગ્ય અને સુખાકારી, સમાવેશી વિકાસ, આત્મનિર્ભર ભારત અને એકતા.