આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીનો અખિલ ભારતીય સમારોહ છે. સમગ્ર દેશમાં આ અભિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને એ પણ મહત્તમ "જન ભાગીદારી" (ભારતના નાગરિકોની ભાગીદારી) સાથે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિમ્નલિખિત કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવ્યા છે:
- મંત્રાલય અને વિભાગ: ભારતના કેન્દ્રીય મંત્રાલયો દ્વારા આયોજિત કાર્યક્રમો
- રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ: રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરના મંત્રાલયો, વિભાગો અને એજન્સીઓ દ્વારા આયોજિત કાર્યક્રમો
- વિશ્વના દેશ: આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત કાર્યક્રમો
- આઇકોનિક ઇવેન્ટ્સ: આઝાદી કા અમૃત મહોત્સવની વ્યાખ્યા આપતા પ્રમાણમાં મોટા પાયે આયોજિત કાર્યક્રમો
- થીમ મુજબ ઈવેન્ટ્સ: આઝાદી કા અમૃત મહોત્સવની પાંચ થીમ મુજબ તમામ ઈવેન્ટ્સ ઉપલબ્ધ છે – સ્વતંત્રતા સંગ્રામ, આઈડિયા@75, એક્શન્સ્@75, અચિવમેન્ટસ્@75, રિઝોલ્વ@75