સ્વતંત્રતા ચળવળના ઈતિહાસની જેમ, આઝાદી પછીના 75 વર્ષની સફર ભારતના સામાન્યજનોના પરિશ્રમ, નવીનતા, ઉદ્યમશીલતાનું પ્રતિબિંબ છે. આપણે ભારતીયોએ, પછી ભલે ને દેશમાં હોઈએ કે વિદેશમાં, પરિશ્રમથી પોતાની ઓળખને પૂરવાર કરી છે. આપણને આપણાં બંધારણ પર ગર્વ છે. આપણને આપણી લોકશાહી પરંપરાઓ પર ગર્વ છે. લોકશાહીની જનની ગણાતો ભારત દેશ આજે પણ લોકશાહીને દૃઢ કરતો આગળ વધી રહ્યો છે. જ્ઞાન–વિજ્ઞાનથી સમૃદ્ધ આ દેશ મંગળ ગૃહથી લઈને ચંદ્ર સુધી પોતાની છાપ છોડી રહ્યો છે.
નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન