રંગોળી બનાવવાની સ્પર્ધા
વિવિધ રાજ્યોમાં વિવિધ નામે અને વિવિધ થીમ પર રંગોળી કરવામાં આવે છે. તમિલનાડુમાં કોલમ હોય, ગુજરાતમાં સાથિયા હોય, બંગાળમાં અલ્પના હોય, રાજસ્થાનમાં માંડણાં હોય, ઓડિશામાં ઓસા હોય, ઉત્તરાખંડમાં આઇપન હોય કે પછી મહારાષ્ટ્રની રંગોળી હોય - દરેક પ્રદેશની પોતાની પરંપરાઓ, લોકકથાઓ અને રીતિરિવાજો રજૂ કરવાની પોતાની આગવી રીત હોય છે. હવે રંગોળી કરવાનો તમારો વારો છે. રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને તમારા રચનાત્મક કૌશલ્ય પ્રદર્શીત કરવાની તમારા માટે આ એક તક છે. આ તમામ સ્પર્ધાઓમાં 10 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.