भारत सरकारGOVERNMENT OF INDIA
संस्कृति मंत्रालयMINISTRY OF CULTURE
ભારતની સ્વતંત્રતાની લડત દરમિયાન, ઘણા કવિઓ અને લેખકોએ સાહિત્યની ક્રાંતિકારી રચનાઓ કરી હતી. જેના પર બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કારણ કે આ આવાં લખાણો ભારતમાં તેમના શાસનની 'સુરક્ષા' માટે 'ખતરનાક' ગણાતા હતા. આ સાહિત્યનો હેતુ લોકોના મનમાં દેશભક્તિની ભાવનાઓ જગાડવાનો અને તેમને મુક્ત ભારત માટે ઉભા થવા માટે આહ્વાન કરવાનો હતો.
આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની ભાવનાઓ, આકાંક્ષાઓ અને સંકલ્પોનું પ્રતિનિધિત્વ કરતા આ અનોખા સંગ્રહો બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મરાઠી, ઓડિયા, પંજાબી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ જેવી વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
આ વિભાગ તમારા માટે આ પ્રતિબંધિત પ્રકાશનોમાંથી કેટલાક પ્રતિનિધિ લખાણો લાવે છે જેનો અગ્રણી વ્યક્તિઓ દ્વારા પાઠ કરવામાં આવ્યો છે.