આપણે જ્યારે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ની નજીક જઈ રહ્યા છીએ ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને સામાજિક વિકાસના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ લોકોની ચળવળને વધુ વેગ આપવાનો છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને, માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલ ‘પંચ પ્રણ’ સાથે સંલગ્ન નવાં વિષયવસ્તુ ઓળખવામાં આવ્યાં છે; મહિલા અને બાળકો, આદિવાસી સશક્તિકરણ, પાણી, સાંસ્કૃતિક ગૌરવ, પર્યાવરણલક્ષી જીવનશૈલી (જીવન) આરોગ્ય અને સુખાકારી, સર્વ સમાવેશી વિકાસ, આત્મનિર્ભર ભારત અને એકતા.
મહિલા અને બાળકો
બાળ વિકાસમાં રોકાણ એ કોઈ પણ રાષ્ટ્ર માટે વધુ સારા ભવિષ્યના નિર્માણની ચાવી છે. બાળકોના મૂલ્યો, શિક્ષણ અને ઓરોગ્ય કોઈ પણ દેશના સામાજિક અને આર્થિક સૂચકાંકોને સીધી અસર કરે છે અને તેની વૈશ્વિક સ્થિતિને પણ આકાર આપે છે. આથી બાળકોને નાગરિક, સામાજિક અને નૈતિક શિક્ષણની સુવિધા મળે તે અત્યંત આવશ્યક છે; આરોગ્યની સંભાળ લેતી સેવાઓ અને તમામ ક્ષેત્રો (વૈજ્ઞાનિક, તકનીકી, સાંસ્કૃતિક, કળા, શૈક્ષણિક વગેરે)માં નવીનતમ વિકાસનો ર્સસ્પર્શ જરૂરી છે. ભારતમાં બાળસંભાળમાં નોંધપાત્ર સુધારાઓ થયા છે, પરંતુ આરોગ્યસેવાઓ, સ્વચ્છતા, શિક્ષણ, ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી સમુદાયોના બાળકો માટે ઘણા ક્ષેત્રોમાં કામ કરવાનું બાકી છે.
વધુ જાણો
આદિજાતિ સશક્તિકરણ
સમગ્ર ભારતમાં આદિવાસી સમુદાયોએ આપણા દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના નેજા હેઠળ વિવિધ પહેલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.
2011ની સર્વસંમતિ અનુસાર, ભારતમાં આદિવાસી વસ્તી 104 મિલિયન હતી, જે દેશની વસ્તીના 8.6% છે. ભારતની વિકાસકથામાં આદિવાસી સમુદાયની મહત્ત્વની ભૂમિકા સ્પષ્ટપણે સ્થાપિત છે, પછી તે સ્વતંત્રતા સંગ્રામ હોય કે રમતગમત અથવા વ્યવસાય ક્ષેત્રમાંનું તેમનું યોગદાન હોય.
વધુ જાણો
પાણી
પાણી એ જીવન ટકાવી રાખનારું કુદરતી સંસાધન છે. જો કે, જળ સંસાધનોની ઉપલબ્ધતા મર્યાદિત છે અને અસમાન રીતે વિતરિત છે, જેને કારણે ઘણા લોકો તેના અભાવ સંદર્ભે સંવેદનશીલ બને છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે જળ સંરક્ષણ અને પુનરુત્થાન અંગે જાગૃતિ વધારવા માટે હર ખેત કો પાની, નદી ઉત્સવ, અમૃત સરોવર જેવા અનેક અનોખા અભિયાનો શરૂ કર્યા છે. ભારતમાં 'પાણી' એકત્રિત કરતા વિસ્તારોનો નીચે ઉલ્લેખ કર્યો છે, લોકોને તેના વિશે જાગૃત કરવામાં આવશે.
વધુ જાણો
પર્યાવરણલક્ષી જીવનશૈલી (જીવન)
યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (UNFCCC COP26) ના પ્રસંગે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોને રોકવા માટે વ્યક્તિઓને જોડવા માટે "LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી)" મિશનની રજૂઆત કરી.
આ પહેલ એવી જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે જે સંસાધનોના સચેત અને ઇરાદાપૂર્વકના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનો હેતુ પ્રચલિત 'ઉપયોગ અને નિકાલ' વપરાશની આદતોને બદલવાનો છે. આની પાછળનો વિચાર વ્યક્તિઓને તેમના રોજિંદા જીવનમાં સરળ ફેરફારો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જે આબોહવા પરિવર્તનમાં ફાળો આપી શકે છે.
વધુ જાણો
આરોગ્ય અને સુખાકારી
હેલ્થકેર સેક્ટરમાં હોસ્પિટલો, તબીબી ઉપકરણો, ક્લિનિકલ ટ્રાયલ, આઉટસોર્સિંગ, ટેલિમેડિસિન, તબીબી પ્રવાસન, આરોગ્ય વીમો અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે. આરોગ્યને ઘણીવાર નિવારક સંભાળ અને બીમારી માટેની ઉપચારાત્મક ક્રિયાઓના ર્દષ્ટિબિંદુથી જેાવામાં આવે છે.
આયુર્વેદ, યોગ અને નેચરોપેથીમાં સ્વીકારાયેલી ઔષધની પ્રાચીન પ્રણાલીઓના આપણા પરંપરાગત અભિગમો ઉપરાંત યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પણ ભારતમાં આરોગ્ય અને સુખાકારીની સ્થિતિનો મહત્ત્વનો ભાગ છે.
વધુ જાણો
સર્વ સમાવેશી વિકાસ
સર્વસમાવેશક વિકાસ સામાજિક અને નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, સમાજના દરેક વર્ગને મળતા લાભો સાથે, બધા માટે ન્યાયી તકોને પ્રોત્સાહન આપે છે.
પાણી, સ્વચ્છતા, આવાસ, વીજળી વગેરે જેવી આવશ્યક સેવાઓની સુલભ પ્રાપ્યતા તેમજ વંચિત વસ્તી માટેના લક્ષ્યાંકિત પ્રયાસો વધુ સમાવેશી ભારતના નિર્માણમાં મહત્ત્વના બની રહેશે.
વધુ જાણો
આત્મનિર્ભર ભારત
આત્મનિર્ભર ભારત અભિયાન અથવા સ્વાવલંબી ભારત અભિયાન એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિકલ્પિત નવા ભારતનું દર્શન છે. 12મી મે 2020 ના રોજ PM એ આત્મનિર્ભર ભારત અભિયાન (સ્વાવલંબી ભારત અભિયાન) ને એક મજબૂત આરંભ આપતાં રાષ્ટ્રને એક સ્પષ્ટ આહવાન કર્યું અને ભારતમાં કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે INR 20 લાખ કરોડના વિશેષ આર્થિક અને વ્યાપક પેકેજની જાહેરાત કરી - જે ભારતના જીડીપીના 10% ની સમકક્ષ છે. તેનો ઉદ્દેશ દેશ અને તેના નાગરિકોને તમામ અર્થમાં સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો છે. તેમણે આગળ આત્મનિર્ભર ભારતના પાંચ સ્તંભોની રૂપરેખા આપી - અર્થતંત્ર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, વાઈબ્રન્ટ ડેમોગ્રાફી અને માંગ.
વધુ જાણો
સાંસ્કૃતિક ગૌરવ
ભારત અનેક સંસ્કૃતિઓની ભૂમિ છે, તે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે, જે 4,000 વર્ષથી પણ વધુ જૂની છે. આ સમય દરમિયાન ઘણા રિવાજો અને પરંપરાઓ આવ્યાં છે, જે દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરે છે.
સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવવાથી માંડીને કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓના જન્મદાતા બનવા સુધી-રાષ્ટ્રને કોઈ સીમા નથી. એ કહેવું યોગ્ય છે કે આ દેશના લોકો તેમના સંસ્કારપ્રેમી સ્વભાવ પર ગર્વ અનુભવે છે અને તેઓ તેમના વારસાને સતત આગળ લઈ જઈ રહ્યા છે.
વધુ જાણો
એકતા
ભારત વિવિધતાનો દેશ છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી રાષ્ટ્ર વિવિધ સંસ્કૃતિઓ, ધાર્મિક વિધિઓ, ભાષાઓ, ખોરાક, પોષાક અને તહેવારોની અનેક શ્રેણી ધરાવે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકીકૃત બળ તરીકે આગળ વધવાનું વિઝન આત્મનિર્ભર ભારતનો પાયો છે. આથી જ ‘એકતા’ એ પંચ પ્રણોમાંનું એક છે, જેનો ઉલ્લેખ વડાપ્રધાન દ્વારા 2022ના 76મા સ્વતંત્રતા દિવસ પર કરવામાં આવ્યો હતો. આ સમાન લક્ષ્યોને ધ્યાનમાં રાખીને, આપણે આઝાદીના 100 વર્ષ સુધી, વધુ એકીકૃત સંઘ તરીકે આગળ વધીશું.
વધુ જાણો