થીમ | આઝાદી કા અમૃત મહોત્સવ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર

થીમ

સ્વતંત્રતા સંગ્રામ

ઈતિહાસના સીમાચિહ્નો, સ્વાતંત્ર્ય સંગ્રામના વિસરાયેલા સેનાનીઓનું સ્મરણ.

આ થીમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમારી સ્મરણમહોત્સવ પહેલનો પ્રારંભ કરે છે. જે સ્વાતંત્ર્ય સંગ્રામના વિસરાયેલા સેનાનીની કથાઓને જીવંત કરવામાં મદદ કરે છે જેમનાં બલિદાનોએ આપણાં માટે આઝાદીને વાસ્તવિકતા બનાવી છે અને તે સાથે 15 ઓગસ્ટ, 1947 સુધીની ઐતિહાસિક સફરના સીમાચિહ્નો, સ્વતંત્રતા ચળવળો વગેરેનું પુનરાવલોકન પણ પ્રસ્તુત કરે છે.

વધુ જાણો

આઈડિયા@75

ભારતને આકાર આપનારા વિચારો અને આદર્શોની ઉજવણી

આ થીમ એવા વિચારો અને આદર્શોથી પ્રેરિત કાર્યક્રમો અને આયોજનો પર એકાગ્ર છે જેણે આપણું ઘડતર કર્યું છે અને જે આગામી વર્ષોમાં એટલે કે અમૃત કાલ (ભારત@75 અને ભારત@100 વચ્ચે 25 વર્ષ)ના આ સમયગાળામાં આગળ વધવામાં માર્ગદર્શન પૂરું પાડશે.

વધુ જાણો

રીઝોલ્વ@75

ચોક્કસ ધ્યેયો અને લક્ષ્યો માટે પ્રતિબદ્ધતાઓને દૃઢ કરવી

આ થીમ આપણી માતૃભૂમિના ભાગ્યને આકાર આપવાના આપણા સામૂહિક સંકલ્પ અને એ સંકલ્પ દૃઢ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2047ની સફર માટે જરૂરી છે કે આપણે દરેક વ્યક્તિ, જૂથ, નાગરિક સમાજ, શાસન સંસ્થાઓ વગેરે તરીકે સક્રિય થઈને આપણી ભૂમિકા ભજવીએ.

વધુ જાણો

એકશન્સ્@75

નીતિઓના અમલીકરણ અને પ્રતિબદ્ધતાઓને વાસ્તવિક બનાવવા માટે લેવામાં આવતા પગલાંઓ પર પ્રકાશ પાડવો.

આ થીમ નીતિઓના અમલીકરણ અને પ્રતિબદ્ધતાઓને વાસ્તવિક બનાવવા માટે લેવામાં આવતા પગલાંને મહત્વ આપીને કોવિડ પછીની દુનિયામાં ઉભરી રહેલી નવી વિશ્વ વ્યવસ્થામાં ભારતને તેનું યોગ્ય સ્થાન લેવામાં મદદ કરવા માટે હાથ ધરવામાં આવતા તમામ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વધુ જાણો

અચિવમેન્ટસ્@75

વિવિધ ક્ષેત્રોમાં વિકાસ અને પ્રગતિનું પ્રદર્શન

આ થીમ સમયના વીતવા સાથે અને આપણા માર્ગના બધાં જ સીમાચિહ્નોને ચિહ્નિત કરવા પર એકાગ્ર છે. 5000 વર્ષથી વધું પૂરાણા સ્વતંત્ર દેશના રૂપે આપણી સામૂહિક સિદ્ધિઓનું સાર્વજનિક હિતમાં વિકાસ કરવાનો એનો હેતું છે.

વધુ જાણો

Top