એકતા
ભારત વિવિધતાનો દેશ છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી રાષ્ટ્ર વિવિધ સંસ્કૃતિઓ, ધાર્મિક વિધિઓ, ભાષાઓ, ખોરાક, પોષાક અને તહેવારોની અનેક શ્રેણી ધરાવે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકીકૃત બળ તરીકે આગળ વધવાનું વિઝન આત્મનિર્ભર ભારતનો પાયો છે. આથી જ ‘એકતા’ એ પંચ પ્રણોમાંનું એક છે, જેનો ઉલ્લેખ વડાપ્રધાન દ્વારા 2022ના 76મા સ્વતંત્રતા દિવસ પર કરવામાં આવ્યો હતો. આ સમાન લક્ષ્યોને ધ્યાનમાં રાખીને, આપણે આઝાદીના 100 વર્ષ સુધી, વધુ એકીકૃત સંઘ તરીકે આગળ વધીશું.
ઇતિહાસ અને સંસ્કૃતિ
સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ વિશે શિક્ષણ, ઇતિહાસની નોંધપાત્ર ઘટનાઓ વિશે જ્ઞાન, શોધો અને આવિષ્કાર તકનીકી પ્રગતિઓ વિશે જ્ઞાન, સામુદાયિક એકીકરણ, પ્રાચીન જ્ઞાન પ્રણાલીઓ-જેવી કે આયુર્વેદ, ગણિત, એસ્ટ્રોફિઝિક્સ વગેરે વિશે જાગૃતિ.
- સરહદી ગામો અને દેશના દૂરના વિસ્તારો: ભારતની બહારના ભાગમાં આવેલા ગામોનો વિકાસ, સ્થાનિક કારીગરો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવું, પ્રાદેશિક ભોજનને લોકપ્રિય બનાવવું, પ્રાદેશિક ભાષાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી, સરહદી ગામોમાં પ્રવાસી અર્થતંત્રને પ્રોત્સાહન આપવું વગેરે.
- એક ભારત શ્રેષ્ઠ ભારત: ભાષાઓ, રાંધણકળા, પોશાક, તહેવારો, લોકનૃત્ય, રમત-ગમત, નાટકો, ફિલ્મો અને સિનેમા, પ્રવાસન વિનિમય વિશે જ્ઞાન આપવું; ટકાઉ સાંસ્કૃતિક જોડાણોને પ્રોત્સાહન આપવું; સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન; ભાઈચારો અને એકતા વગેરેને પ્રોત્સાહન આપવું.
- સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિસરાયેલા નાયકો: ઓછા જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીઓને ઓળખવા અને તેમનું સન્માન કરવું, દેશના યુવાનોને પ્રેરણા આપવી, આદિવાસી નેતાઓ અને ચળવળો વિશે જાગૃતિ, બહાદુર આત્માઓની નૈતિકતા અને સદગુણોને યાદ કરવા વગેરે
- આદિવાસી સમુદાયો: આદિવાસી હસ્તકલા, ચિત્રો, કાપડ, માટીકામ, રસાયણમુક્ત અને કુદરતી આદિવાસી ખાદ્ય ઉત્પાદનોનો પ્રચાર; આદિવાસી અર્થતંત્ર વિશે જાગૃતિ, આધુનિક તકનીકનો પરિચય, આદિવાસી જીવનશૈલીના સામાજિક-સાંસ્કૃતિક પાસાઓ વિશે જાગૃતિ, તેમની કુશળતા અને હસ્તકલા સાથે આ સમુદાયોનો કૌશલ્ય વિકાસ વગેરે.
- ગ્રામીણ કારીગરો: સ્થાનિક કલા સ્વરૂપો અને કારીગરોના પ્રદર્શન અને જાળવણી, આ કલા સ્વરૂપો કેન્દ્રિત અભ્યાસક્રમો શીખવવા, લુપ્ત થઈ રહેલા કલા સ્વરૂપોને પ્રોત્સાહન આપવું વગેરે.
- રમતગમત: સ્થાનિક અને પ્રાદેશિક રમતોને પ્રોત્સાહન આપવું, યુવાનો માટે રમતગમતમાં કારકિર્દી વિશે જાગૃતિ, રમતમાં લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવું, ઉભરતી પ્રતિભાઓ માટે તકો, કબડ્ડી વગેરે જેવી જૂની રમતોની જાળવણી.
- સિનેમા અને સંગીત: ્રાદેશિક ધૂન અને કલાને પ્રોત્સાહન આપવું, પ્રાદેશિક ભાષાઓને લોકપ્રિય બનાવવી, સ્થાનિક કલાકારોનું ઉત્થાન, થિયેટરની પુનઃકલ્પના વગેરે.
- યુવા અને રાષ્ટ્ર નિર્માણ: યુવાનોના અવાજ માટે પ્લેટફોર્મ પૂરું પાડવું, રાષ્ટ્રીય જવાબદારી વિશે જાગૃતિ, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે જાગૃતિ, સ્વયંસેવકપણાં વિશે જાગૃતિ, યુવા-કેન્દ્રિત વિષયો (સ્થિરતા, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, પ્રજનન સ્વાસ્થ્ય, પાણી સંરક્ષણ વગેરે), દેશભક્તિની ભાવનાને પ્રેરિત કરવી, સાંસ્કૃતિક વારસો સાચવવો, કારકિર્દી પરામર્શન, સાહસિકતા અને યુવાનોની આગેવાની હેઠળના સ્ટાર્ટ-અપ્સ, આધ્યાત્મિકતા, પૃથ્વી ગ્રહ માટેની સભાનતા, ડિજિટલ સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા વગેરે.
- ઘરગથ્થુ સ્તર સુધી પહોંચ – રોજિંદી પ્રવૃત્તિઓની આસપાસ ઝુંબેશ: ઉદાહરણ તરીકે, ચાય પે ચર્ચા
- 76મા સ્વતંત્રતા દિવસ (15મી ઑગસ્ટ 2022) પરના તેમના ભાષણ દરમિયાન માનનીય વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવેલા 'પંચ પ્રણ'નું વિસ્તરણ કરવું:
- વિકસિત ભારતનું ધ્યેય: એક મોટા સંકલ્પ સાથે આગળ વધવું – તે સંકલ્પ વિકસિત ભારતનો છે અને તેનાથી ઓછા માટે સમાધાન ન કરવું
- વસાહતી માનસિકતાના કોઈ પણ નિશાનને દૂર કરો: આપણા અસ્તિત્વના કોઈપણ ભાગમાં, આપણા મન અથવા આદતોના ઊંડા ખૂણામાં પણ, જુલમનો કોઈ અંશ હોવો જોઈએ નહીં.
- આપણા મૂળ પર ગર્વ કરો: આપણે આપણા ઐતિહાસિક વારસા અને ભવ્ય સાંસ્કૃતિક વારસા પર ગર્વ અનુભવવો જોઈએ, કારણ કે તે એ જ વારસો છે જેણે ભૂતકાળમાં ભારતને તેનો સુવર્ણયુગ આપ્યો હતો, અને તે એ વારસો છે જેને આધારે આપણે વિશેષ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરીશું.
- એકતા: આપણા પ્રયત્નોમાં એકતા સુનિશ્ચિત કરવી.
- નાગરિકોમાં ફરજની ભાવના: રાષ્ટ્ર પ્રત્યે જવાબદારીની લાગણી અને તેની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રયત્નશીલ બનવું.
- અન્ય ક્ષેત્રો: સંવાદ અને એકતા વધારવાના હેતુથી અન્ય સંબંધિત વિચારોને સ્થાન આપવું.
read more