પાણી | થીમ 2.0 | આઝાદી કા અમૃત મહોત્સવ, ભારત સરકાર.

પાણી

Water

પાણી

પાણી એ જીવન ટકાવી રાખનારું કુદરતી સંસાધન છે. જો કે, જળ સંસાધનોની ઉપલબ્ધતા મર્યાદિત છે અને અસમાન રીતે વિતરિત છે, જેને કારણે ઘણા લોકો તેના અભાવ સંદર્ભે સંવેદનશીલ બને છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે જળ સંરક્ષણ અને પુનરુત્થાન અંગે જાગૃતિ વધારવા માટે હર ખેત કો પાની, નદી ઉત્સવ, અમૃત સરોવર જેવા અનેક અનોખા અભિયાનો શરૂ કર્યા છે.

ભારતમાં 'પાણી' એકત્રિત કરતા વિસ્તારોનો નીચે ઉલ્લેખ કર્યો છે, લોકોને તેના વિશે જાગૃત કરવામાં આવશે.

નદીઓ

ભારતની નદીઓના વ્યાપક આંતરજાળના ઇતિહાસ અને તેની વર્તમાન પરિસ્થિતિ વિશે જાગૃતિ કેળવવી.

  • ભારતીય નદીઓનો ઇતિહાસ: ભારતીય નદીઓની ઉત્પત્તિ વિશે જાગૃતિ, દરિયાઈ વેપાર માર્ગોના વર્તમાન સ્વરૂપોમાં તેઓએ કેવી રીતે યોગદાન આપ્યું, તે નદીની આસપાસ રહેતી વિવિધ સંસ્કૃતિઓ વિશે જાગૃતિ વગેરે.
  • નદીઓનું સાંસ્કૃતિક મહત્ત્વ: નદી આધારિત ઉજવણીઓ (ગંગા ઉત્સવ, નદી ઉત્સવ), ભારતમાં નદીઓનું ધાર્મિક મહત્ત્વ, નદીઓની આસપાસ આવેલા સમુદાયો દ્વારા કલાના સ્વરૂપો અને હસ્તકલા વગેરે વિશે જાગૃતિ.
  • જળ પ્રદૂષણ: નદી કિનારે કચરો જમા કરવાની પ્રતિકૂળ અસરો વિશે જાગૃતિ, ઔદ્યોગિક કચરાની અસરો વિશે સાક્ષરતા, પ્રદૂષણ નિયંત્રણના પગલાં માટેની કાળજી વિશે જાગૃતિ, યોગ્ય ગટર વ્યવસ્થાનું મહત્ત્વ, 'રક્ષા સમિતિ' અથવા 'નદીરક્ષકો' બનાવવાનું મહત્ત્વ જળ-સંસ્થાઓને પુનર્જીવિત કરવા માટે સમુદાયની ભાગીદારી વિશે જાગૃતિ, પૂર અને તેના કારણો વિશેની જાણકારી, ગંદા પાણીના પુનઃઉપયોગની પદ્ધતિ વગેરે.
  • નદીઓની આસપાસ વસતા સમુદાયો: નદીઓની આસપાસ વસેલા સમુદાયો અને તેઓ કેવી રીતે નદીમાંથી તેમની આજીવિકા અને નિર્વાહ મેળવે છે, આ સમુદાયોની પરંપરાઓ અને તેમની કલાના સ્વરૂપો, નદીકિનારાની આસપાસના વિવિધ વન્યજીવન અને વનસ્પતિ વગેરે વિશે જ્ઞાન.
  • નદીઓની આસપાસની આર્થિક પ્રવૃત્તિઓ: નદી પર્યટન અને જળ-રમતો (ઉદાહરણ તરીકે, ઋષિકેશમાં શરૂ કરાયેલ પ્રવૃત્તિઓ), માછીમારી સંબંધિત વ્યવસાયની તકો વિશે જાગૃતિ, હાઇડલ પાવર વિકસાવવા વિશે સાક્ષરતા, જળ-સંસ્થાની આસપાસના કૃષિ લાભો વિશે જાગૃતિ, ખનિજના ખનન, જળવિદ્યુત વિશે જ્ઞાન વગેરે.

ભૂગર્ભજળ

સ્વચ્છ ગંગા માટેના રાષ્ટ્રીય મિશનના અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે લગભગ 4000 બિલિયન ક્યુબિક મીટર વરસાદ પડે છે; જો કે, વરસાદ મેળવવાની ર્દષ્ટિએ ભારત વિશ્વમાં ખૂબ જ નીચું સ્થાન ધરાવે છે- વળી તે તેના વાર્ષિક વરસાદના માત્ર 8% જ કબજે કરે છે .તેથી ભૂગર્ભજળ સંગ્રહનું મહત્ત્વ છે. આવા પાસાઓ વિશે જાગૃતિ વધારવાથી પાણી બચાવવામાં મદદ મળશે.

  • પ્રાચીન ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓ: કુંડ, વિશાળ કૂવા, વાવ, તળાવ વગેરે જેવી પ્રાચીન ભૂગર્ભજળ સંચય તકનીકોની જાગૃતિ, પ્રાચીન જળ સિંચાઈ પ્રણાલી વગેરે.
  • ભૂગર્ભજળનું સંરક્ષણ: પાણીનો બગાડ ઘટાડવા, વપરાયેલ પાણીનો પુનઃઉપયોગ, ભૂગર્ભજળને ફરીથી વહેતાં કરવા, ગંદા પાણીનો પુનઃઉપયોગ કરવા વિશેની સાક્ષરતા, તળાવના પાણીનો ઉપયોગ કરીને દુષ્કાળના વર્ષો દરમિયાન પાક બચાવવાની રીતો વિશેની જાણકારી, પાણી-પંચાયત જેવી અનૌપચારિક પાણી સમિતિઓની રચનાના લાભો, પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિઓ અને રમતો દ્વારા જળ સંરક્ષણ શીખવવું, ખાલી જગ્યાઓ પર તળાવના બાંધકામના ફાયદા અને સામુદાયિક તળાવના સંરક્ષણની જરૂરિયાત વિશે જાગૃતિ, સંરક્ષણ તકનીકો વિશે જાગૃતિ, જેમ કે, ગ્રામીણ વરસાદ-કેન્દ્રો, વરસાદી પાણીના સંગ્રહની રચના (માછલી-સાથે-ડાંગર), ખેડૂતો વચ્ચે ભૂગર્ભજળની વહેંચણી, ઢોળાવ પર પાણીનો સંગ્રહ, ખેતી, વરસાદી જળ વ્યવસ્થાપન તકનીકો વગેરે.
  • સ્વચ્છતા અને આરોગ્ય: પીવાનું સલામત પાણી, નબળી સ્વચ્છતાની પ્રતિકૂળ અસરો (પાણીજન્ય રોગો), પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા વચ્ચેના સંબંધ વિશે જ્ઞાન, પાણીના ભરાવા વિશે સાક્ષરતા અને તે પાણીની ગુણવત્તાને કેવી રીતે અસર કરે છે વગેરે.

વર્તમાન પરિસ્થિતિમાં પરંપરાગત જળ સંરક્ષણ પ્રણાલીની સ્થિતિ અને મહત્ત્વ, સેન્ટ્રલ સોઇલ એન્ડ મટિરિયલ્સ રિસર્ચ સ્ટેશન, નવી દિલ્હી, સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન (NMCG) (2019)

અમૃત સરોવર

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, માનનીય વડાપ્રધાને 24મી એપ્રિલ 2022ના રોજ 'અમૃત સરોવર' પર જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના વિઝન સાથે મિશનની શરૂઆત કરી હતી. મિશનનો ઉદ્દેશ્ય 75 જળાશયોને સુધારવા અને પુનઃજીવિત કરવાનો છે. દેશના દરેક જિલ્લા.

  • અમૃત સરોવરના ઉપયોગો: જિલ્લામાં સ્થાનિક જળમંડળના નિર્માણના ફાયદા, પ્રવાહના નિયમન વિશે જાગૃતિ, તળાવના સ્થાન વિશે જાગૃતિ, જળચર અને અર્ધ-જળચર છોડ અને પ્રાણીઓ વિશેની જાણકારી, પૂર અને દુષ્કાળની અસરો વિશે જાગૃતિ, ભૂગર્ભજળને ફરીથી સંચિત કરવાની રીતો વગેરે.
  • અમૃત સરોવરના પરિણામે સંભવિત પહેલ: જિલ્લાઓમાં અસ્તિત્વ ધરાવતા અન્ય જળાશયોનું પુનર્જીવન, પર્યાવરણીય અને જળચર જીવનની પુનઃસ્થાપના, જળ આધારિત આજીવિકામાં વધારો, જળાશયોના સંરક્ષણ અને સ્વચ્છતામાં સુધારો વગેરે.
read more

Water Events

05 Sep'23

Outreach program at Nagarjunasagar Dam u...

28 Aug'23

Outreach program at Umiam Dam under Azad...

24 Aug'23

Outreach program at Kalpong Dam under Az...

24 Aug'23

Outreach program at Bichom Dam, Kameng H...

Top