મહિલા અને બાળકો | થીમ 2.0 | આઝાદી કા અમૃત મહોત્સવ, ભારત સરકાર.

મહિલા અને બાળકો

Women and Children

મહિલા અને બાળકો

બાળ વિકાસમાં રોકાણ એ કોઈ પણ રાષ્ટ્ર માટે વધુ સારા ભવિષ્યના નિર્માણની ચાવી છે. બાળકોના મૂલ્યો, શિક્ષણ અને ઓરોગ્ય કોઈ પણ દેશના સામાજિક અને આર્થિક સૂચકાંકોને સીધી અસર કરે છે અને તેની વૈશ્વિક સ્થિતિને પણ આકાર આપે છે. આથી બાળકોને નાગરિક, સામાજિક અને નૈતિક શિક્ષણની સુવિધા મળે તે અત્યંત આવશ્યક છે; આરોગ્યની સંભાળ લેતી સેવાઓ અને તમામ ક્ષેત્રો (વૈજ્ઞાનિક, તકનીકી, સાંસ્કૃતિક, કળા, શૈક્ષણિક વગેરે)માં નવીનતમ વિકાસનો ર્સસ્પર્શ જરૂરી છે. ભારતમાં બાળસંભાળમાં નોંધપાત્ર સુધારાઓ થયા છે, પરંતુ આરોગ્યસેવાઓ, સ્વચ્છતા, શિક્ષણ, ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી સમુદાયોના બાળકો માટે ઘણા ક્ષેત્રોમાં કામ કરવાનું બાકી છે.

તેવી જ રીતે, મહિલાઓ, કુટુંબમાં અને બહાર બંને રીતે-કોઈ પણ રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિને માપવા માટે એક મહત્ત્વપૂર્ણ માપદંડ છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો શિક્ષણ અને બાલિકાના આરોગ્ય જેવા ઘણા મોરચે દેખીતી પ્રગતિ સાથે મહિલા ચળવળ ખૂબ આગળ વધી છે. આ પ્રગતિ કઠોર પરિશ્રમથી પ્રાપ્ત થઈ છે. કેન્દ્ર અને સ્થાનિક સરકારની એજન્સીઓ અને યોજનાઓ, એનજીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સૌથી અગત્યની વાત છે વ્યક્તિગત મહિલાઓ; કે જેમણે તેમના સાતત્યપૂર્ણ પ્રયત્નો દ્વારા ભારતના તાણાવાણામાં ફેરફાર કર્યો છે. તેના સહિત આ મુદ્દા પર તમામ મોરચે થયેલા પ્રયત્નો અને હિંમત ભર્યા પ્રયાસોનું આ પરિણામ છે.

બાળવિકાસ

ભારતમાં બાળવિકાસને સુધારવા માટે ધ્યાન આપવાની જરૂર હોય તેવા ક્ષેત્રો આ પ્રમાણે છે

પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા

  • બાળકોમાં કુપોષણ વિશે જાગૃતિ, ખાસ કરીને સીમાંત વિસ્તારોમાં; શાળાઓમાં મધ્યાહ્‌ન ભોજન વગેરે.
  • માતૃ સ્વાસ્થ્ય અને પ્રજનન સંભાળની જાગૃતિ, માતાઓને ઘરેલું પરામર્શન; માસિક આરોગ્ય-સંભાળ ઉત્પાદનોની પ્રાપ્યતા, ગ્રામીણ શાળાઓમાં સ્વચ્છતા કીટ વગેરે.
  • ચેપી અને અન્ય રોગો જેમ કે ક્ષય, મેલેરિયા, ન્યુમોનિયા અને હિપેટાઇટિસ વિશે જાગૃતિ; ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણ, સ્વચ્છતા અને સ્વચ્છતાલક્ષી વ્યવસ્થા વગેરે.
  • કિશોરાવસ્થામાં ભાવનાત્મક સ્થિતિસ્થાપકતાને સ્વીકારવી વગેરે.
  • માનસિક સુખાકારી વિશે જાગૃતિ, માનસિક સ્વાસ્થ્ય માટેના વ્યાવસાયિકો પાસેથી મદદ મેળવવાની હીણપત દૂર કરવી વગેરે.

શિક્ષણ

મૂળભૂત શિક્ષણની સુલભતા; ગ્રામીણ શાળાઓમાં ગુણવત્તાયુક્ત પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીની ઉપલબ્ધતા; ગ્રામણી કન્યાઓ માટે ઘરના કામને અગ્રતા આપવાના દબાણ અંગે જાગૃતિ, નેતૃત્વ કુશળતા; શાળાઓમાં બાળકોની જાળવણી; વ્યાવસાયિક શિક્ષણ, વાચનમાં સુધારો કરવો અને મૂળભૂત અંકગણિત કૌશલ્યો પ્રદાન કરવા, નોકરીલક્ષી કૌશલ્ય તાલીમ, તકનીકી રીતે અદ્યતન શાળા માટેનો પૂરવઠો, જેમ કે ઇ-પુસ્તકો અને કમ્પ્યૂટર વગેરે.

  • બાળપણનો વિકાસ: જન્મ પહેલાંથી લઇને શાળાએ જવાની ઉંમર સુધી પોષણની જરૂરિયાતો વિશે જાગૃતિ, રમત-આધારિત શિક્ષણ વિશે જાગૃતિ, પરીક્ષાના તણાવ અને તૈયારી સંદર્ભે તેની સાથે વ્યવહાર, તેમની પ્રવૃત્તિઓ અને સમયપત્રક વિશે બાળકો સાથે દૈનિક ક્રિયા-પ્રતિક્રિયા, અરસપરસ સર્વગ્રાહી પ્રવૃત્તિઓમાં ભાગીદારી વગેરે.
  • શાળાની માળખાગત વ્યવસ્થા: ડેસ્ક, શાળા પરિવહન, બ્રોડબેન્ડ કનેકશન, મધ્યાહ્‌ન ભોજન, પુસ્તકાલયો, પ્રયોગશાળાઓ, રમતના મેદાનો જેવી આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતા; ટકાઉ માળખાગત વ્યવસ્થા ગ્રીન સ્કૂલનું નિર્માણ વગેરે.
  • ઓનલાઇન શિક્ષણ: ડિજિટલ સાક્ષરતાને લોકપ્રિય બનાવવી, વિષયોની વ્યાપક પસંદગીઓ પૂરી પાડવી, દૂરવર્તી શિક્ષણ આપવું. ટેકનિકલ કૌશલ્યોમાં સુધારો કરવો, સમય-વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરવું વગેરે.
  • શિક્ષકોને તાલીમ: ગ્રામીણ વિસ્તારોમાં દ્વિતીય કક્ષા અને તૃતીયા કક્ષાના શહેરોમાં શિક્ષક-તાલીમ વિશે જાગૃતિ, ટેકનોલોજીના ઉપયોગને સમજવો, વ્યાવસાયિક વિકાસ વગેરે.
  • રમતગમત: શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસ વિશે જાગૃતિ, રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉભરતી પ્રતિભાઓને ટેકો આપવો, શારીરિક શિક્ષણ પ્રશિક્ષકોને તાલીમ આપવી, બાળકની સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહિત કરવી વગેરે.
  • અભ્યાસેતર પ્રવૃત્તિઓ: બાળકોમાં અન્ય કૌશલ્યો વધારવાં - બોલવું, જટિલ વિચારસરણી, સામાજિક આદાનપ્રદાનયુક્ત સમય-વ્યવસ્થાપન, સંઘ ભાવના, તંદુરસ્ત સ્પર્ધા વગેરે.
  • ડિજિટલ હાનિકારકતા નિવારણ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વધુ પડતો ઉપયોગ અને વધુ પડતા સ્ક્રીન સમય વિશે જાગૃતિ ઊંઘના ચક્રના મહત્ત્વ વિશે જાગૃતિ વગેરે.
  • ગુંડાગીરીનું નિવારણ: શાળાકીય વર્ષો દરમિયાન ગુંડાગીરી વિશે જાગૃતિ, ગુંડાગીરી વિરોધી સમિતિઓની રચના, બાળકો માટે કાઉન્સેલિંગ યોજવું, શાળા-કૉલેજનું હકારાત્મક વાતાવરણ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જાગૃતિ, વગેરેને પ્રોત્સાહન આપવું.
  • કારકિર્દી પરામર્શન: વિવિધ પ્રવાહો વિશે જાગૃતિ, કામની અસરકારક, તકોની ઓળખ, કૌશલ્ય આધારિત તાલીમ, ઉદ્યોગ આંતરદૃષ્ટિ, શિષ્યવૃત્તિ માટેની જાગૃતિ, આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓનું અન્વેષણ, માર્ગદર્શિત કારકિર્દી મૂલ્યાંકન, વ્યાવસાયિક તાલીમ વગેરે.
  • વાણી અને ભાષા: પ્રાદેશિક ભાષાઓ શીખવી, સંચાર કૌશલ્યમાં સુધારો કરવો, આત્મકેન્દ્રિતા, આનુવંશિક વિકારથી આવતી માનસિક-શારીરિક અપંગતા, ઉચ્ચારણ સમસ્યાઓ વગેરેની વહેલી શોધ અને જાગૃતિ.
  • દિવ્યાંગ બાળકો : બ્રેઇલ પુસ્તકો જેવી વિશેષ શિક્ષણ સુવિધાઓ વિશે જાગૃતિ, શાળાઓમાં ખાસ શૌચાલય અને રેમ્પની ઉપલબ્ધતા, તાલીમ અને શિક્ષણ વ્યાવસાયિકો વગેરે.
  • ઉદાસીનતા ઘટાડવી: શહેરી અને ગ્રામીણ બાળકો વચ્ચેના શૈક્ષણિક, માળખાકીય અને સામાજિક અંતરને દૂર કરવું.
  • સલામતી અને સ્વ-બચાવ: મૂળભૂત સ્વ-રક્ષણ પાઠ, ઘરેલુ હિંસાવિરોધી કાયદા વિશે ચર્ચાઓ, જાહેર પરિવહન અને જાહેર સ્થળોએ સલામતી માટેની સાવચેતીઓ વિશે જાગૃતિ વગેરે.
  • પદાર્થનો દુરુપયોગ: બાળકો કઈ રીતે માદક દ્રવ્યોના જાળમાં ફસાઈ જાય છે તેના વિશે જાગૃતિ (સાથીઓના દબાણ, ખરાબ તત્ત્વો વગેરે), વર્તનમાં ફેરફારો અને માનસિક તણાવ જેવા સંચલનો વિશે જાગૃતિ, ખરાબ અસરો વિશે જાગૃતિ, પરિવાર અને બાળ-ઉપચાર વગેરે.
  • ભારતમાં બાળ સંરક્ષણ કાયદાઓ વિશે જાગૃતિ: કિશોર, ન્યાય, બાળસંભાળ અને સંરક્ષણ અધિનિયમ ૨૦૦૦, બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯, બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) સુધારો અધિનિયમ ૨૦૧૬, બાળલગ્નનો પ્રતિબંધ કાયદો ૨૦૦૬.
  • બાળમજૂરી: બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) સુધારો અધિનિયમ ૨૦૧૬, બાળકોનું શારીરિક અને માનસિક શોષણ, બાળ-તસ્કરી, જોખમી કામ માટેનું સાવચેતીસભર વાતાવરણ વગેરે જેવા બાળકોના અધિકારો વિશે જાગૃતિ.
  • સંસ્કૃતિ અને જાગૃતિ: ભારતનો અને વિશ્વનો ઇતિહાસ, આદિવાસી ઇતિહાસ, સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશેનું જ્ઞાન, સાંસ્કૃતિક વિવિધતા અને અદ્‌ભુત વારસાને માટે પ્રોત્સાહન, તહેવારોની ઉજવણી, ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન, સમુદાયો વચ્ચે એકતા અને આત્મીયતા વગેરેને વિસ્તારવા.
  • સંગીત: સંગીતના સમૃદ્ધ વારસા વિશે જાગૃતિ, આંતર-સાંસ્કૃતિક વિનિમય, ભાષાની અનુકૂલનક્ષમતાનું નિર્માણ વગેરે.
  • સાહસિકતા અને નવીનતા: નાની ઉંમરથી સ્ટાર્ટ-અપ માટેના સંસાધનો વિશે જાગૃતિ, કૌશલ્ય વિકાસ, નવીનતમ તકનીકી નવીનતાઓ વગેરે.
  • રાષ્ટ્રનિર્માતા તરીકે બાળકો: યુવાનોના અવાજ માટે મંચ, રાષ્ટ્રીય જવાબદારી વિશે જાગૃતિ, સ્વયંસેવકપણા વિશે જાગૃતિ વગેરે.
  • યુવા-સંચાલિત નૂતન વિષયો: ટકાઉપણું, આબોહવા પરિવર્તન, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, લિંગ સમાનતા, ચુસ્ત શાકાહારી આહાર, રાષ્ટ્રનિર્માણ, જળસંરક્ષણ, સર્વસમાવેશક વિકાસ, પદાર્થનો દુરુપયોગ રોકવો, તકનીકી નવીનતાઓ વગેરે.

મહિલા સશક્તિકરણ

ભારતમાં મહિલાઓની જીવનસ્થિતિ સુધારવા માટે નોંધપાત્ર ફેરફારો અને વિકાસની જરૂર હોય તેવા ક્ષેત્રોનો નીચે ઉલ્લેખ કર્યો છે.

  • માતૃત્વની સંભાળ: સમયસર સ્વાસ્થ્ય તપાસ, સગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો, કસુવાવડ માટે કારણભૂત જોખમી સ્થિતિ, ગર્ભાવસ્થા પહેલાંનું અને પછીનું પોષણ, ગર્ભાવસ્થા દરમિયાન તમાકુ અને દારૂના સેવનની પ્રતિકૂળ અસર, સ્ત્રી-ભ્રૃણહત્યા વગેરે વિશે જાગૃતિ.
  • માસિકસ્ત્રાવ સંભાળ: માસિકસ્ત્રાવની સ્વાસ્થ્ય જાગૃતિ, સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવવાની રીતો, માસિકસ્ત્રાવની સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી વગેરે.
  • જન્મનિયંત્રણ અને કુટુંબનિયોજન: કુટુંબનિયોજનનું મહત્ત્વ, બિનઆયોજિત સગર્ભાવસ્થા કેવી રીતે ટાળવી, જન્મ-નિયંત્રણ પદ્ધતિઓ, તરૂણ વયની સગર્ભાવસ્થા અટકાવવી વગેરે.
  • બાળસંભાળ: વિવિધ વય-શ્રેણીના બાળકોની પોષણ જરૂરિયાતો વિશે જાગૃતિ (૦૧- વર્ષ, ૧-૨ વર્ષ, ૨-૫ વર્ષ, ૫-૧૦ વર્ષ અને તેથી વધુ), સમયસર રસીકરણ, બાળકોને યોગ્ય રીતે શિક્ષિત કરવાની જરૂરિયાત, સરકારી સહાયથી પ્રાપ્ય સંસાધનો.
  • પોષણ અને આરોગ્ય: પાંડુરોગ (એનિમિયા), પ્રજનન સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવવાની રીતો, શારીરિક સુખાકારી ઉપરાંત માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું મહત્ત્વ તેમ જ બીમારીઓ તરફ દોરી જતી પોષણની ખામીઓ વિશેની તાલીમ.
  • શિક્ષણ: ૬-૧૪ વર્ષની વયના ફરજિયાત અને મફત શિક્ષણના કાયદાકીય અધિકાર વિશે જાગૃતિ, સરકારી (કેન્દ્રીય અને સ્થાનિક) યોજનાઓ અને શિષ્યવૃત્તિઓનો લાભ લેવો, કન્યાઓને માર્ગદર્શન અને શિક્ષણ આપવું વગેરે.
  • કારકિર્દી ઘડતર: કારકિર્દીના વિકલ્પોના પ્રકારો માટે કાઉન્સેલિંગ અને પગારધોરણો વિશે જાગૃતિ, કારકિર્દી વૃદ્ધિ માટે માર્ગદર્શન, વ્યાવસાયિક અભ્યાસક્રમો માટેની જાગૃતિ, વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવા, શિષ્યવૃત્તિ, કામ કરતી માતાઓ માટે સમર્થન વગેરે.
  • લૈંગિક પૂર્વગ્રહ: સામાજિક-સાંસ્કૃતિક મુદ્દાઓ વિશે જાગૃતિ; જેમ કે સ્ત્રી ભ્રૃણહત્યા અને નાની વયનાં લગ્ન, શાળાકીય શિક્ષણ પ્રણાલીમાં સમાન તકો, કાર્યસ્થળની તકો અને પૂર્વગ્રહો, કારકિર્દીના વિવિધ તબક્કામાં મહિલાઓનું માર્ગદર્શન વગેરે.
  • સ્વ-બચાવ, સલામતી: મૂળભૂત સંરક્ષણ કૌશલ્યો. ઘરેલુ હિંસાના કિસ્સામાં અધિકારો, જાહેર પરિવહન અને જાહેરસ્થળોએ સલામતી માટેની સાવચેતીઓ વિશે જાગૃતિ, જાતીય સતામણીનું નિવારણ વગેરે.
  • મહિલા સાહસિકતા: સ્ટાર્ટ-અપ્સ માટે સંસાધનો, નાણાકીય વિકલ્પો વિશે માહિતી, અભ્યાસક્રમોના સ્વરૂપમાં શીખવાની તકો, માર્કેટિંગ સહાય, નેટવર્કિંગ, મહિલા કેન્દ્રિત નેતૃત્વ ધરાવતી કંપનીઓ અને બ્રાન્ડસ વગેરે વિશે જાગૃતિ.
  • નાણાકીય સ્વતંત્રતા: નાણાકીય સાક્ષરતા (ઉદાહરણ તરીકે, બેંકિંગ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો, ખાતા ખોલવા, નાણાં ઉપાડવા વગેરે). વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવા, વિવિધ નાણાકીય રોકાણો વિશે જાણકારી, સમાન કામ માટે સમાન વેતનનું મહત્ત્વ વગેરે.
  • ભારતમાં કન્યાઓ અને મહિલાઓના કાયદાકીય અધિકારો વિશે જાગૃતિ : શિક્ષણનો અધિકાર (ભારતીય બંધારણ ૨૦૦૨નો ૮૬મો સુધારો અને બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ૨૦૦૯નો અધિકાર), મજૂર અધિકાર (ફેક્ટરી એકટ ૧૯૪૮), માતૃત્વ લાભો અને રજા (માતૃત્વ લાભ અધિનિયમ ૧૯૬૧), ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ) એકટ ૨૦૦૫ દ્વારા મહિલાઓનું રક્ષણ, દહેજની હેરાનગતિ, લગ્ન માટેની લઘુત્તમ કાનૂની વય, સરકારી યોજનાઓ અને સુવિધાઓ વિશે માહિતી અને જાગૃતિ (સુકન્યા સમૃદ્ધિ યોજના ૨૦૧૫, બેટી બચાવો બેટી પઢાવો ૨૦૧૫, આંગણવાડીઓ વગેરે). કાયદાકીય સંરક્ષણના સંસાધનો વગેરે વિશેની માહિતી.
  • કારીગરો: મહિલા કારીગરોનું તેમની કુશળતા/નિપુણતા સાથે પ્રદર્શન (રાષ્ટ્રીય, રાજ્ય, કેન્દ્રશાસિત, ગ્રામીણ, આદિવાસી કારીગરો).
  • અન્ય ક્ષેત્રો:વૃદ્ધિના અન્ય સંબંધિત ક્ષેત્રો અને મહિલા વિકાસ માટેની તકો.
read more

Top