હર ઘર તિરંગા

હર ઘર તિરંગા

‘હર ઘર તિરંગા’ એ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એક એવું અભિયાન છે જે પ્રજાને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે તેને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ધ્વજ સાથેનો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે. આઝાદીના 75મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના અંગત સંબંધનું જ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.

આ મહત્વપૂર્ણ અવસરને ચિહ્નિત કરવા માટે, તમને 13 થી 15 ઓગસ્ટ 2022 દરમિયાન તમારા ઘરોમાં ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ ઉપરાંત, તમે https://harghartiranga.com પર વર્ચ્યુઅલ રીતે 'Pin a Flag'ની સાથોસાથ સાઇટ પર ‘ધ્વજ સાથે સેલ્ફી' પણ પોસ્ટ કરી શકો છો.

ભારતના રાષ્ટ્રધ્વજ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

શું રાષ્ટ્ર ધ્વજના ઉપયોગ, પ્રદર્શન (ડિસ્પ્લે) અને ફરકાવવા (હોસ્ટિંગ) અંગે સૂચનાઓનો કોઇપણ સર્વાંગી સમૂહ છે?

હા, ‘ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002’ (ભારતની ધ્વજ સંહિતા 2002) અને રાષ્ટ્રીય સન્માનના અપમાનનું નિવારણ અધિનિયમ, 1971.

પ્રશ્ન 2. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા શું છે?

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા (ભારતની ધ્વજ સંહિતા) રાષ્ટ્રધ્વજના પ્રદર્શન માટે ઘડવામાં આવેલા તમામ કાયદા, કન્વેન્શન, પ્રથાઓ અને સૂચનાઓને એકજૂથ કરે છે. તે ખાનગી, જાહેર અને સરકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શનનું સંચાલન કરે છે. 26 જાન્યુઆરી 2002થી ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાનો અમલ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન 3. રાષ્ટ્રધ્વજ બનાવવા માટે કઇ સામગ્રીનો ઉપયોગ કરી શકાય?

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002માં તારીખ 30 ડિસેમ્બર 2021ના રોજ સુધારો કરવામાં આવ્યો છે અને પોલીસ્ટરમાંથી બનેલા અથવા મશીન દ્વારા બનેલા રાષ્ટ્ર ધ્વજને મંજૂરી આપવામાં આવી છે. હવે, હાથ વડે કાંતેલા અને હાથ વડે વણેલા અથવા મશીન બનાવટના, સુતરાઉ/ પોલીસ્ટર/ ઉન/ સિલ્ક/ ખાદીના કપડામાંથી રાષ્ટ્રધ્વજ બનાવી શકાશે.

પ્રશ્ન 4. રાષ્ટ્રધ્વજ બનાવવા માટે યોગ્ય કદ અને સપ્રમાણતા કેટલી છે?

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 1.3 અને 1.4 અનુસાર, રાષ્ટ્રધ્વજ લંબચોરસ આકારમાં હોવો જોઇએ. ધ્વજ કોઇપણ કદનો બનાવી શકાય પરંતુ રાષ્ટ્ર ધ્વજની લંબાઇ અને ઊંચાઇ (પહોળાઇ)ની સપ્રમાણતા 3:2 હોવી જોઇએ.

પ્રશ્ન 5. શું હું મારા ઘરે રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરી શકુ?

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 2.2 અનુસાર, જાહેર, ખાનગી સંસ્થાના સભ્ય અથવા શૈક્ષણિક સંસ્થાના સભ્ય તમામ દિવસોએ અથવા પ્રસંગોપાત રાષ્ટ્ર ધ્વજની ગરિમા અને માનને જાળવીને ફરકાવી/પ્રદર્શિત કરી શકે છે.

પ્રશ્ન 6. ખુલ્લામાં/ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનો સમય શું છે?

્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં 20 જુલાઇ 2022ના રોજ આપવામાં આવેલા આદેશાનુસાર સુધારો કરવામાં આવ્યો છે અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 2.2ના ભાગ- IIની જોગવાઇ (xi)ના બદલે નીચે ઉલ્લેખિત જોગવાઇને સામેલ કરવામાં આવી છે:

(xi) “જ્યાં ખુલ્લામાં અથવા જાહેર વ્યક્તિના ઘર પર જ્યારે ધ્વજ પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, તે દિવસ અને રાત્રિ દરમિયાન ફરકાવી શકાય છે;”

પ્રશ્ન 7. ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવતી વખતે મારે કઇ બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ?

જ્યારે પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે.તૂટેલો અથવા ફાટેલો રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરવો જોઇએ નહીં.

પ્રશ્ન 8. રાષ્ટ્રધ્વજને ખોટી રીતે ફરકાવવાનું ટાળવા માટે મારે કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ?

  • રાષ્ટ્ર ધ્વજને ક્યારેય ઊંધો ફરકાવવો નહીં. એટલે કે, ધ્વજનો કેસરી રંગનો પટ્ટો ક્યારેય નીચે હોવો જોઇએ નહીં.
  • તૂટેલા અથવા ફાટેલા રાષ્ટ્રધ્વજને ફરકાવવો, પ્રદર્શિત કરવો નહીં.
  • કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુની સલામીમાં રાષ્ટ્રધ્વજને ઝુકાવવામાં આવશે નહીં.
  • કોઇપણ અન્ય ધ્વજ કે ઝંડો રાષ્ટ્રધ્વજથી ઊંચો, તેનાથી ઉપર અથવા તેની બાજુમાં સમકક્ષ ઊંચાઇએ રાખેલો ના હોવો જોઇએ; ફુલો અથવા ફુલોના હાર સહિત કોઇપણ વસ્તુ અથવા પ્રતીક જે ધ્વજદંડ પર રાષ્ટ્ર ધ્વજ ફરકતો હોય તેની ઉપર અથવા તેનાથી વધુ ઊંચાઇએ રાખવા નહીં
  • રાષ્ટ્રધ્વજનો ઉપયોગ તોરણ, ડિઝાઇનમાં ગોઠવણી, વાવટા લહેરાવવા અથવા અન્ય કોઇપણ પ્રકારે સુશોભનના ઉદ્દેશથી કરવો નહીં.
  • રાષ્ટ્રધ્વજ જમીન અથવા ભોંયતળિયાને સ્પર્શવો જોઇએ નહીં અથવા પાણીમાં તરતો મૂકવો નહીં
  • રાષ્ટ્રધ્વજને એવી કોઇપણ રીતે પ્રદર્શિત કરી શકાય નહીં અથવા બાંધી શકાય નહીં કે જેનાથી તે ફાટી જવાની, તેને ક્ષતિ થવાની શક્યતા હોય
  • રાષ્ટ્રધ્વજને સિંગલ માસ્ટહેડ (ધ્વજાદંડનો ટોચનો હિસ્સો) દ્વારા કોઇપણ અન્ય ઝંડા અથવા ઝંડાઓની જોડે એકસાથે ફરકાવી શકાય નહીં.
  • રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાના ડેસ્કને ઢાંકવા માટે થવો જોઇએ નહીં તેમજ તેને વક્તાના પ્લેટફોર્મ પર પાથરેલો કે વીંટાળેલો રાખવો નહીં
  • વસ્ત્ર પરિધાનના હિસ્સા તરીકે અથવા ગણવેશના હિસ્સા તરીકે અથવા એવી કોઇપણ ઍક્સેસરી કે જે કોઇપણ વ્યક્તિ દ્વારા કમરથી નીચેના હિસ્સામાં પહેરવામાં આવતી હોય તેના હિસ્સા તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો નહીં, તેમજ ઓશિકાં, હાથરૂમાલ, નેપકિન, આંતરવસ્ત્રો અને અન્ય કોઇપણ ડ્રેસ મટિરિયલ પર તેનું ભરતકામ અથવા છાપ કરેલી હોવી જોઇએ નહીં.

પ્રશ્ન 9. ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન નિવારવા માટે કોઇ નિયમો છે?

હા, “રાષ્ટ્રધ્વજના સન્માન માટે અપમાન નિવારણ અધિનિયમ, 1971”ની કલમ 2ના વિવરણ 4 અનુસાર, નીચેની બાબતોનું ધ્યાન રાખવું:

  • રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ખાનગી અંત્યેષ્ઠિ સહિત કોઇપણ સ્વરૂપમાં ભલે ગમે તે હોય, પડદા કે ઢાંકવાના હેતુથી કરવો નહીં
  • વસ્ત્ર પરિધાનના હિસ્સા તરીકે અથવા ગણવેશના હિસ્સા તરીકે અથવા એવી કોઇપણ ઍક્સેસરી કે જે કોઇપણ વ્યક્તિ દ્વારા કમરથી નીચેના હિસ્સામાં પહેરવામાં આવતી હોય તેના હિસ્સા તરીકે રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવો નહીં, તેમજ ઓશિકાં, હાથરૂમાલ, નેપકિન, આંતરવસ્ત્રો અને અન્ય કોઇપણ ડ્રેસ મટિરિયલ પર તેનું ભરતકામ અથવા છાપ કરેલી હોવી જોઇએ નહીં
  • રાષ્ટ્રધ્વજ પર કોઇપણ પ્રકારનું લખાણ હોવું જોઇએ નહીં
  • કોઇપણ વસ્તુ પર વીંટાળવા, તેમાં કોઇ વસ્તુ પ્રાપ્ત કરવા અથવા પહોંચાડવા માટે રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવો નહીં
  • કોઇપણ વાહનની બાજુ, પાછળનો હિસ્સો અથવા આગળનો હિસ્સો ઢાંકવા માટે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો નહીં

પ્રશ્ન 10. જાહેરમાં/સાર્વજનિક ઇમારતો પર રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરવા માટેની સાચી રીત કઇ છે?

  • જ્યારે રાષ્ટ્રધ્વજને દિવાલ પર સપાટ અને આડો પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, કેસરી પટ્ટો સૌથી ઉપર રહેવો જોઇએ જ્યારે ઉર્ધ્વ સ્થિતિમાં પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, કેસરી પટ્ટો રાષ્ટ્ર ધ્વજના સંદર્ભમાં જમણી તરફ રહેવો જોઇએ એટલે કે, વ્યક્તિ તરફથી જોવામાં આવે તો ડાબી બાજુએ હોવો જોઇએ.
  • જ્યારે રાષ્ટ્રધ્વજને ધ્વજ ફરકાવવાના દંડ દ્વારા આડો લહેરાવવામાં આવે અથવા બારી, ઝરુખા અથવા ઇમારતના આગળના ભાગે કોઇ ચોક્કસ ખૂણા પર લગાવવામાં આવે ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ધ્વજ ફરકાવવાના દંડના દૂરના છેડાએ હોવો જોઇએ.

પ્રશ્ન 11. શું રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ (અડધા ધ્વજદંડ પર) ફરકાવવો જોઇએ?

ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા પ્રસંગો સિવાય રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ (અડધા ધ્વજદંડ પર) ફરકાવવો નહીં. જ્યારે અડધી કાઠીએ (અડધા ધ્વજદંડ પર) રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવે ત્યારે, પહેલા તેને ધ્વજદંડની ટોચે/સૌથી ઉપર ફરકાવવો અને ત્યાર પછી, તેને અડધા ધ્વજદંડ પર લાવવો. દિવસના અંતે રાષ્ટ્ર ધ્વજને નીચે ઉતારતા પહેલાં, તેને ફરીથી ટોચ પર ફરકાવવો જોઇએ.

પ્રશ્ન 12. હું મારી કાર પર રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરી શકુ?

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002ના પરિચ્છેદ 3.44 માં જણાવ્યા અનુસાર, માત્ર નીચે ઉલ્લેખિત વ્યક્તિઓની મોટર કાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.

  • રાષ્ટ્રપતિ
  • ઉપરાષ્ટ્રપતિ
  • રાજ્યપાલ અને નાયબ રાજ્યપાલ
  • ભારતીય મિશન/પોસ્ટના વડા
  • પ્રધાનમંત્રી
  • કેબિનેટના મંત્રીઓ, રાજ્યના મંત્રી, કેન્દ્રના નાયબ મંત્રીઓ
  • રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને કેબિનેટના મંત્રીઓ
  • લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ, રાજ્યોમાં વિધાન પરિષદના અધ્યક્ષ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યોમાં વિધાન પરિષદના નાયબ અધ્યક્ષ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાઓના ઉપાધ્યક્ષ
  • ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
  • સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ
  • ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિ
  • ઉચ્ચ અદાલતોના ન્યાયમૂર્તિઓ

પ્રશ્ન 13. અન્ય રાષ્ટ્રોના ધ્વજ સાથે આપણે ભારતનો રાષ્ટ્ર ધ્વજ કેવી રીતે પ્રદર્શિત કરી શકીએ?

  • ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 3.32 અનુસાર, જ્યારે અન્ય રાષ્ટ્રોના ધ્વજ સાથે સીધી રેખામાં ભારતના રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવે ત્યારે, રાષ્ટ્ર ધ્વજ તદ્દન જમણી તરફના છેડે હોવો જોઇએ. અન્ય રાષ્ટ્રના ધ્વજો જે તે દેશના અંગ્રેજી નામના મૂળાક્ષરોના ક્રમાનુસાર વારાફરતી પ્રદર્શિત કરવાના રહેશે.
  • જો ધ્વજોને બંધ વર્તુળની રચનામાં ફરકાવેલા હોય તો, રાષ્ટ્ર ધ્વજ સૌથી પહેલા ફરકાવવાનો રહેશે અને ત્યાર પછી બાકીના રાષ્ટ્રોના ધ્વજ ઘડિયાળના કાંટાની દિશામાં ફરકાવવાના રહેશે.
  • જ્યારે ધ્વજને દિવાલ સામે અન્ય ધ્વજ સાથે ત્રાંસા રાખેલા ધ્વજદંડમાં પ્રદર્શિત કરવામાં આવે ત્યારે, રાષ્ટ્ર ધ્વજને જમણી બાજુએ રાખવો અને તેનો ધ્વજદંડ અન્ય ધ્વજના ધ્વજદંડની આગળના ભાગે રાખવો.
  • જ્યારે અન્ય રાષ્ટ્રોના ધ્વજ સાથે રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવે ત્યારે, ધ્વજના દંડ સમાન કદના હોવા જોઇએ.

પ્રશ્ન 14. કેવી રીતે રાષ્ટ્રધ્વજનો નિકાલ કરવો જોઇએ?

  • ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના પરિચ્છેદ 2.2 અનુસાર, જો રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થાય તો, તેનો સંપૂર્ણ ખાનગી રીતે નિકાલ કરવો જોઇએ અને રાષ્ટ્ર ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને તેને સળગાવી દેવો જોઇએ અથવા અન્ય પ્રકારે નિકાલ કરવો જોઇએ.
  • જો રાષ્ટ્ર ધ્વજ કાગળમાંથી બનેલો હોય અને સામાન્ય જનતા દ્વારા તેને ફરકાવવામાં આવતો હોય તો, આવા ધ્વજને જમીન પર ફેંકીને તેનો નિકાલ કરવો નહીં. આવા ધ્વજને ખાનગીમાં, રાષ્ટ્ર ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને નિકાલ કરવો જોઇએ.

    સ્ત્રોત:

    www.mha.gov.in/sites/default/files/flagcodeofindia_070214.pdf
    www.mha.gov.in/sites/default/files/Prevention_Insults_National_Honour_Act1971_1.pdf

ભારતીય ધ્વજ સંહિતા, 2002/ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 ની મુખ્ય વિશેષતાઓ

ભારતીય રાષ્ટ્રધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સાર્વત્રિક સ્નેહ અને આદર અને વફાદારી હોવા જોઈએ. ભારતના લોકોની ભાવનાઓ અને માનસમાં તે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

ભારતીય રાષ્ટ્રધ્વજને ફરકાવવો/ઉપયોગ/પ્રદર્શન પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 દ્વારા સંચાલિત થાય છે. પ્રજાની જાણકારી માટે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે સૂચિબદ્ધ છે:

  • ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002માં તારીખ 30 ડિસેમ્બર 2021ના રોજ સુધારો કરવામાં આવ્યો છે અને પોલીસ્ટરમાંથી બનેલા અથવા મશીન દ્વારા બનેલા રાષ્ટ્ર ધ્વજને મંજૂરી આપવામાં આવી છે. હવે, હાથ વડે કાંતેલા અને હાથ વડે વણેલા અથવા મશીન બનાવટના, સુતરાઉ/ પોલીસ્ટર/ ઉન/ સિલ્ક/ ખાદીના કપડામાંથી રાષ્ટ્ર ધ્વજ બનાવી શકાશે.
  • જાહેર, ખાનગી સંસ્થાના સભ્ય અથવા શૈક્ષણિક સંસ્થાના સભ્ય તમામ દિવસોએ અથવા પ્રસંગોપાત રાષ્ટ્ર ધ્વજની ગરિમા અને માનને જાળવીને ફરકાવી/પ્રદર્શિત કરી શકે છે.
  • ભારતીય ધ્વજ સંહિતા, 2002 માં 19મી જુલાઈ, 2022 ના આદેશ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો અને ભારતીય ધ્વજ સંહિતાના ભાગ-II ના ફકરા 2.2 ની કલમ (xi) ને નીચેની કલમ દ્વારા બદલવામાં આવી હતી:-
    (xi) "જાહેરસ્થળે પ્રદર્શિત અથવા જાહેર જનતાના પ્રતિનિધિના નિવાસે પ્રદર્શિત થતો ધ્વજ દિવસ–રાત લહેરાવી શકાય છે;"
  • રાષ્ટ્ર ધ્વજ લંબચોરસ આકારમાં હોવો જોઇએ. ધ્વજ કોઇપણ કદનો બનાવી શકાય પરંતુ રાષ્ટ્ર ધ્વજની લંબાઇ અને ઊંચાઇ (પહોળાઇ)ની સપ્રમાણતા 3:2 હોવી જોઇએ.
  • જ્યારે પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે.
  • તૂટેલો અથવા ફાટેલો રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરવો જોઇએ નહીં.
  • રાષ્ટ્ર ધ્વજને સિંગલ માસ્ટહેડ (ધ્વજાદંડનો ટોચનો હિસ્સો) દ્વારા કોઇપણ અન્ય ઝંડા અથવા ઝંડાઓની જોડે એકસાથે ફરકાવી શકાય નહીં.
  • ફ્લેગ કોડના ભાગ III ના સેક્શન IX માં ઉલ્લેખિત મહાનુભાવો સિવાય કોઈપણ વાહન પર ધ્વજ લહેરાવવો જોઈએ નહીં, જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે.
  • અન્ય કોઈ ધ્વજ અથવા વાવટો રાષ્ટ્રધ્વજ કરતા ઉંચા અથવા ઉપર અથવા બાજુમાં મૂકવો નહીં.

નોંધ:- વધુ વિગતો માટે, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.www.mha.gov.in

'હર ઘર તિરંગા'ની સક્રિયતા!

‘હર ઘર તિરંગા’ અભિયાન એક લોક ચળવળ બની ગયું છે જેમાં દરેક વ્યક્તિ સંગઠિત થઈને રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરે છે. ગામડાઓથી લઈને શહેરો સુધી, દેશભરના લોકો તિરંગા લહેરાવી રહ્યા છે અને આપણા દેશ માટે બહાદુરીથી લડનારા સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. આ અભિયાને ખાસ કરીને યુવાનો અને બાળકો પર અસર કરી છે અને તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની યાદોને સાચવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તમામ ઉજવણીઓ વચ્ચે, ભારતે ફરી એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને ચંદીગઢના ક્રિકેટ સ્ટેડિયમમાં લહેરાતા ધ્વજની સૌથી વિશાળ માનવછબી બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ અભિયાન દ્વારા વિવિધતામાં ભારતની એકતાની ભાવનાને પ્રબળ કરવામાં આવી રહી છે.

દેશભરમાં અને વિદેશમાં ઉજવાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનની અહીં ઝલક જોવા મળશે :

આંદામાન અને નિકોબાર ટાપુઓ

આંધ્રપ્રદેશ

અરુણાચલ પ્રદેશ

આસામ

બિહાર

ચંડીગઢ

છત્તીસગઢ

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

દિલ્હી

ગોવા

ગુજરાત

હરિયાણા

હિમાચલ પ્રદેશ

જમ્મુ અને કાશ્મીર

ઝારખંડ

કર્ણાટક

કેરળ

લડાખ

લક્ષદ્વીપ

મધ્યપ્રદેશ

મહારાષ્ટ્ર

મણિપુર

મેઘાલય

મિઝોરમ

નાગાલેન્ડ

ઓડિશા

પોંડીચેરી

પંજાબ

રાજસ્થાન

સિક્કિમ

તમિલનાડુ

તેલંગાણા

ત્રિપુરા

ઉત્તરાખંડ

ઉત્તર પ્રદેશ

પશ્ચિમ બંગાળ

તિરંગાના રંગોથી ઝળહળતા સ્મારકો

Qutub Minar
Delhi
Ancient Site-Dholavira
Gujarat
Bandra Kurla Complex Connector
Maharashtra
Brihanmumbai Municipal Corporation
Maharashtra
Buddhist Site-Salihundam
Andhra Pradesh
Charminar
Hyderabad
Jantar Mantar
Delhi
Chhatrapati Shivaji Terminus
Maharashtra
Kondareddy Buruji
Andhra Pradesh
Lower Fort
Andhra Pradesh
Metcalf Hall
West Bengal
Pimpri Chinthwad Mahanagar Palika Bhawan
Maharashtra
Purana Qila
Delhi
Safdarjung Tomb
Delhi
Sanchi Stupa
Madhya Pradesh
Sardar Sarovar Dam
Gujarat
Sardar Sarovar Dam
Gujarat
Sarnath Monument
Uttar Pradesh
Sarnath Monument
Uttar Pradesh
Sarnath Monument
Uttar Pradesh
Sarnath Monument
Uttar Pradesh
Sher Shah Suri Tomb
Bihar
Sri Veerabhadra Swamy Temple
Andhra Pradesh
Sun Temple Konark
Odisha
Thousand Pillar Temple
Telangana

હર ઘર તિરંગાની આંતરરાષ્ટ્રીય ઉજવણી

Canada
Canada
Canada
Canada
Czech Republic
Czech Republic
Damascus, Syria
Democratic Republic of Congo
Equatorial Guinea
Frankfurt, Germany
Guatemala
Houston, USA
Houston, USA
Houston, USA
Jordan
Jordan
Jordan
Lebanon
Netherlands
New York, USA
São Paulo, Brazil
São Paulo, Brazil
São Paulo, Brazil
São Tomé and Príncipe
Seychelles
Sydney, Australia
Turkey
Turkey
Tanzania
United Kingdom
United Kingdom
United Kingdom
United Kingdom
United Kingdom
United Kingdom
Venezuela
Venezuela
Venezuela

Top